Saturday 2 February 2013

કબીર વડમાં આનંદ કરતા સાયમાના બાળકો 

SAPUTARA TOUR

સાપુતારા ગિરિનગર
ભારત દેશના ગુજરાત રાજ્યનું એકમાત્ર હવાખાવાનું સ્થળ છે.
સાપુતારા ડાંગ જિલ્લામાં મહારાષ્ટ્ર રાજ્યની સરહદ પર, સહ્યાદ્રિ પર્વતમાળામાં જંગલ વચ્ચે આશરે ૧૦૦૦ મિટર ઉંચાઇ પર આવેલું છે. અહીં ભરઉનાળા દરમિયાન પણ તાપમાન આશરે ૩૦ ડીગ્રીથી ઓછું રહે છે. જળાશય(નૌકાવિહાર સગવડ સાથે), સ્ટેપ ગાર્ડન, રોપ વે, સાપુતારાનો સાપ, સનસેટ પોઇન્ટ, સનરાઇઝ પોઇન્ટ, નવાનગર(ડાંગી સંસ્ક્રૃતિનું દર્શન) તેમ જ ઋતુંભરા વિદ્યાલય વગેરે જોવાલાયક સ્થળોનો સમાવેશ થાય છે.
અહીંથી આહવા, વઘઇ, નાસિક, ચિખલી, બીલીમોરા તેમ જ સપ્તશ્રુંગી ગઢ મોટરમાર્ગે જઇ શકાય છે.
ગુજરાતના ડાંગ જિલ્લાનાં ગાઢ જંગલોની વરચોવચ સહ્યાદ્રિ ગિરિમાળામાં આવેલું સાપુતારા ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન છે. ગુજરાતમાં જંગલની વાત આવે તો ગીર બાદ બીજું સ્થળ સાપુતારાનાં જંગલો છે. ત્યાંનું વન વૈવિઘ્ય અને પ્રકૃતિ સમૃદ્ધિ પ્રવાસીઓને આકર્ષવા સક્ષમ છે.
સાપુતારા ગુજરાતનું હોવા છતાં અમદાવાદ કરતાં મુંબઇથી વધારે નજીક છે. સમુદ્રથી ૧૦૮૩ મીટરની ઊંચાઇ પર આવેલું સાપુતારા ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન છે. સાપુતારા ગુજરાતના ડાંગ જિલ્લાનાં ઘટાટોપ જંગલો વરચે સહ્યાદ્રિ પર્વતમાળા પર આવેલું છે. દૂર-દૂર સુધી ફેલાયેલી ખીણો અને લીલીછમ વનરાજીનાં દ્રશ્યો મનને હરી લે છે. એડવેન્ચર ટુરિઝમ તરીકે પણ સાપુતારા જાણીતું બન્યું છે.
સાપુતારા શબ્દનો અર્થ ‘સાપનું ઘર’ એવો થાય છે. ત્યાં પહેલા ઢગલાબંધ સાપ જોવા મળતા હતા. આજે પણ જંગલમાં સાપનાં દર્શન દુર્લભ નથી. સાપુતારાનો હિલ સ્ટેશન તરીકે સારો એવો વિકાસ થયો છે. આજુબાજુનાં જંગલોમાં આદિવાસીઓની છૂટીછવાઇ વસાહતો છે. ત્યાનાં આદિવાસીઓનાં પરંપરાગત નૃત્યો પણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.
ભગવાન રામે તેના વનવાસ દરમિયાન અહીં કેટલોક સમય ગાળ્યો હોવાની પણ ધાર્મિક માન્યતા છે. ત્યાં એક સરોવર છે અને તેમાં નૌકાવિહારની સુવિધા પણ ઉપલબ્ધ છે. ત્યાં સ્થાનિક કારીગરોએ બનાવેલી વાંસની સામગ્રી શોપિંગ લિસ્ટમાં સામેલ કરવા જેવી હોય છે.
શું જોવું?
વાંસદા નેશનલ પાર્ક…
૨૪ ચોરસ કિલોમીટરના નાનકડા વિસ્તારમાં ફેલાયેલો વાંસદા નેશનલ પાર્ક મૂળ તો વાંસદાના રાજાનું પ્રાઇવેટ જંગલ હતું. ગાઢ પ્રકારના આ જંગલનું મુખ્ય આકર્ષણ દીપડા છે.
…પૂર્ણા સેન્ચૂરી
૧૬૦ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું પૂર્ણાઅભયારણ્ય મૂળ તો વેસ્ટર્ન ઘાટનો એક ભાગ છે. રસ્તાની બન્ને બાજુ ઊભેલા વાંસના છોડ આકર્ષણ જન્માવે છે.
…સન રાઇઝ અને સન સેટ
વઘઇથી સનરાઇઝ પોઇન્ટ દોઢ કિલોમીટરના અંતરે આવેલો છે. આ પોઇન્ટ ‘વેલી વ્યૂ પોઇન્ટ’ તરીકે પણ ઓળખાય છે. સૂર્યાસ્ત જૉવા માટે કોઇ ચોક્કસ સ્થળે જવાની જરૂર નથી. જંગલના કોઇ પણ ભાગમાંથી સૂર્યાસ્તનો અદ્વિતીય નજારો જોવા મળશે.
…રોપ-વે
ત્યાંની એક સ્થાનિક હોટેલ સૂર્યાસ્ત સમયે ખીણ પરથી દસ મિનિટની રોપ-વે સવારી કરાવે છે.
…ગીરા ધોધ
ડાંગ ગયા હોઇએ અને ગીરા ધોધ ન જોવાય એ કેમ ચાલે! સાપુતારાથી ગીરા બાવન કિલોમીટર દૂર છે.
…ઉપયોગી વાતો
વાંસમાંથી બનેલી ચીજો ત્યાં અત્યંત આકર્ષક સ્વરૂપમાં અને સસ્તા દરે મળી રહે છે.
કેવી રીતે જવું?
નજીકનું એરપોર્ટ ૨૨૫ કિલોમીટર દૂર આવેલું મુંબઇ છે. નજીકના રેલવે સ્ટેશનોમાં વઘઇ ૫૧ કિલોમીટર દૂર અને થોડે વધુ દૂર બિલિમોરા છે. બિલિમોરાથી ત્યાં જવાની બસ મળી રહે છે. અમદાવાદથી સાપુતારા ૪૨૦ કિલોમીટર અને સુરતથી ૧૭૨ કિલોમીટર દૂર આવેલું છે.
જો સાપુતારા ખાનગી વાહન લઇને જતાં હો તો સાપુતારામાં જતાં પહેલા જ ગાડીમાં બળતણ પુરાવી લેવું, કેમ કે સાપુતારામાં કોઇ પેટ્રોલપમ્પ નથી.
પ્રવાસ માટે માહિતી
સાપુતારા અમદાવાદથી ૪૨૦ કિ.મી., ભાવનગરથી ૫૮૯ કિ.મી., રાજકોટથી ૬૦૩ કિ.મી., સુરતથી ૧૭૨ કિ.મી., વઘઇથી ૪૯ કિ.મી., બીલીમોરાથી ૧૧૦ કિ.મી., નાસિકથી ૮૦ કિ.મી., મુંબઇથી ૧૮૫ કિ.મી.ના અંતરે આવેલું છે.
નજીકનું વિમાનમથક: મુંબઇ નજીકનું નેરોગેજ રેલ્વેસ્ટેશન: વઘઇ નજીકનું બ્રોડગેજ રેલ્વેસ્ટેશન: નાસિક
સાપુતારાથી આહવા, વઘઇ, બીલીમોરા, સુરત, વલસાડ, વડોદરા, પાટણ, અમદાવાદ, નાસિક, સપ્તશ્રુંગી ગઢ, કળવણ, શીરડી જવા માટે ગુજરાત તેમ જ મહારાષ્ટ્ર રાજ્ય પરિવહન નિગમની બસો પ્રાપ્ય છે.
SAPUTARA TOUR

Sunday 23 December 2012